અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના
અમરેલી જિલ્લામાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૭ જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી જઇ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ખૂબ મહેનત બાદ આખરે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું.
જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ૭ જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગની ઘટનાની જાણ થતાં મામલતદાર, જાફરાબાદ પોલીસ અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.