અમેરિકાના અલાસ્કામાં ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

અલાસ્કામાં એટુ સ્ટેશનની પશ્ચિમમાં ૨૮૫ કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપ આવ્યો હોવાની યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમી નીચે જણાવાયું છે. જાેકે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. અલાસ્કા ધરતીકંપ કેન્દ્ર મુજબ ગુરુવારે ક્લુકવાન અને હેઇન્સના ભાગોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપ, જેની તીવ્રતા ૪.૪ હતું, ક્લુકવાનથી લગભગ ૨૦ માઇલ દક્ષિણમાં, હેઇન્સથી ૨૯ માઇલ પશ્ચિમમાં અને જુનોથી ૮૯ માઇલ પશ્ચિમ દિશામાં હતું. બપોરે ૧૨.૪૦ ની આસપાસ ભૂકંપ આવ્યો હતો.

આ મામલે, સિસ્મોલોજિસ્ટ નતાલિયા રૂપર્ટે જણાવ્યું હતું કે ભૂકંપ પછી પણ પૃથ્વી અનેક વખત હચમચી ઉઠી છે. તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં આવા આંચકા અનુભવાશે. હેન્સના મેયર ડગ્લાસ ઓલેર્યુડનું કહેવું છે કે તેમને કોઈ નુકસાન વિશે કોઈ માહિતી મળી નથી. ઓલેરુડે કહ્યું, “લંચના સમય બાદ ખૂબ જ ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.” જ્યારે રાષ્ટ્રીય સુનામી સેન્ટરએ કહ્યું કે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news