કુંભારવાડાના કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ
પ્લાસ્ટિકના લીધે આ આગ ખુબ વિકરાળ બની હતી. જે આગને એક કલાક જેટલી જહેમત બાદ રાત્રીના ૧૦.૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કાબુમાં લીધી હતી. જ્યારે બનાવના પગલે આજુબાજુમાં રહેતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એ સિવાય અન્ય એક આગના બનાવમાં આજે વહેલી સવારે સ્ટેશન રોડ મોટા અંબાજીના વડ પાસે આવેલા મહેશભાઈ બેસુમલ કલવાણીની શિંગ શેકવાની ભઠ્ઠીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેને ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ કાબુમાં લીધી હતી. જે બાદ મોડી રાતે કુંભારવાડામાં લાગેલી આગના કોલથી ફાયર સ્ટાફ દોડતો થયો હતો.શહેરમાં આજે આગના બે બનાવો સામે આવ્યા હતા જેમાં સ્ટેશન રોડ પાસે આવેલી શીંગ શેકવાની ભઠ્ઠીમાં આગ લાગી હતી તેમજ રાત્રીના સમયે કુંભારવાડામાં આવેલા એક પ્લાસ્ટીકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી.
કુંભારવાડામાં નારી રોડ પર શીતળા માંની દેરી નજીક આવેલા કાળા કલરના ડેલાવાળા એક પ્લાસ્ટીકના કારખાનમાં રાત્રીના ૯.૩૦ વાગ્યાના સમયગાળામાં આગ લાગી હોવાનો ફાયર વિભાગને વારાફરતી આવેલા સાત થી આઠ કોલ બાદ ફાયર વિભાગની ચાર ગાડીઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પ્લાસ્ટીકના કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યાં હતા.