વલસાડ ખાતે આવેલ મસાલા અને ઓઈલ મિલમાં અડધી રાતે લાગી ભીષણ આગ
વલસાડ જિલ્લાના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મિલમાં ગત મોડી રાત્રે અગમ્ય કારણસર આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાને સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના સેલવાસના ST ડેપોની નજીક આવેલી પ્રખ્યાત મસાલા મિલમાં ગત મોડી રાત્રે એકા એક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે દસ વાગ્યાના આસ-પાસ અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી. જેથી અંદર કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની ઘટના સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તેઓ તુંરત ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપોરેશન હાથ ધર્યું હતું.
અને મસાલા અને ઓઈલ મીલમાં કામ કરતાં પાંચ લોકોને મીલના મેનેજરે સુરક્ષીત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સેલવાસના નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઉપરાંત મીલ માલિકના પરિવારનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.