આઇસક્રીમની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકશાન થયું

રાજય માં કોરોના કેસ હવે ઘટતા જોવા  મળી રહ્યા છે ત્યારે દિવસે ને દિવસે આગ ના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે બનાસકાઠાના  પાલનપુર-  આબુ રોડ પર વહેલી સવારે આઈસ્ક્રીમની ફેક્ટરીમાં આગ  લાગવાની ઘટના સામે આવી છે. અચાનક આગ લાગતા સમગ્ર ફેક્ટરી આગની ઝપેટમાં આવી હતી. પાલનપુર ફાયર ફાઈટરની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પાલનપુર આબુ રોડ હાઇવે પર કૈલાસ ટેકરી પાસે આવેલી ક્રીમ બેલ નામની ફેકટરીમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ લાગતાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.આગની જાણ થતાં આજુબાજુના લોકોએ દોડી આવી ફેકટરીના માલિક અને ફાયર ફાઈટર ને જાણ કરી હતી બનાવને પગલે ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ બાદ પર કાબુ મેળવી શકાયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news