થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, ૪ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ખાતે આવેલ થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનો મેસેજ મળતા જ દાદરા નગર હવેલીના ૪ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે, આગથી કેટલાયે કિલોમીટર સુધી આગના ધૂમાડા જોવા મળ્યા હતા.
કંપનીના ગેટ પાસે જ આગ લાગતા આગ બુઝાવવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આગને બુઝાવવા માટે ફાયર ફાયટરોએ અન્ય કંપનીમાં જઇને પાણી અને ફોમનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરાઇ હતી.