અમરેલીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલસામાન ખાખ થયો

અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગે વિકરાળ આગસ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આસપાસના વિસ્તારમાં આગ લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

જોકે, આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ફાયક વિભાગે તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ પૂર્વે ગોડાઉનનો સમગ્ર માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરાઇ છે. જે તપાસ બાદ સાચુ કારણ સામે આવશે. ગોડાઉનના માલિક સુનિલ પરમારના કહેવા પ્રમાણે મોટાભાગના લાકડા બળી ગયા છે અને ફાયર વિભાગની ટીમ ગણતરીની મિનિટોમાં પહોંચી જતા આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શક્યા છીએ.અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરનું મોટું લાકડાનું ગોડાઉન આવેલું છે. અહીં વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ પહોંચે તે પૂર્વે ગોડાઉનનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news