ભરૂચના નબીપુરમાં વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી
ઉનાળો શરૂ થતા જ આગની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ભરૂચના નબીપુર ગામ નજીક આવેલા ખેતરમાં મૂકેલા વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ખેડૂતોમાં અફડાતફડી મચી જવા પામી હતી. સ્થાનિક ખેડૂતોએ વીજ કંપનીની કચેરી ખાતે જાણ કરતા વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વીજ કંપનીના કર્મચારીઓએ દોડી આવી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને આગ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગને પગલે વીજ પેટી બળીને ખાખ થઇ ગઈ હતી. શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.