વડોદરાના આજવા રોડ પર મોડીરાત્રે ટ્રકમાં આગ લાગી, ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો
વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે મોડીરાત્રે ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે આયશર ટ્રકમાં આગ લાગતા નાશભાગનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી આગ પાછળનું કારણ સામે આવ્યું નથી.