સુરતના અડાજણમાં સલૂન શોપમાં આગ લાગી
સુરતના અડાજણ વિસ્તારમાં મધુવન સર્કલ નજીક એક સલૂનની શોપમાં આગ ફાટી નીકળતા ફાયર દોડતું થઈ ગયું હતું. આગ લાગવા પાછળ હેર ડ્રાઈવ સહિતના કેટલાક સાધનો ચાલુ કન્ડિશનમાં છોડી સલૂન બંધ કરાતા ઓવર હિટને કારણે આગ લાગી ગઈ હતી. જોકે સમયસર ફાયરને જાણ અને સમય સૂચકતા વાપરી ફાયરના જવાનોએ કરેલી કામગીરીને લઈ મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું. કોલ લગભગ ૩ઃ૨૬ વાગ્યાનો હતો. ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક અડાજણ ફાયરને કોલ આપ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી. લગભગ ૪ વાગ્યે તમામ ફાયરની ગાડીઓ પરત આવી ગઈ હતી.
આગના પગલે સલૂનના સાધનોને ભારે નુકસાન થયું. સલૂનની શોપમાં આગ લાગી હતી. દુકાનની અંદરથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી. તાત્કાલિક પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી. સલૂનમાં વપરાતા હેર ડ્રાઈવ સહિતના સાધનો ચાલુ કન્ડિશનમાં છોડી દુકાન બંધ કરી દેવાતા ઓવર હિટને કારણે શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. લગભગ મોટાભાગનો સમાન બળી ગયો હતો. જોકે સમય સૂચકતાને લઈ મોટી દુર્ઘટના ટાળવામાં સફળ રહ્યા હતા. તપાસમાં દુકાનના માલિક દીક્ષિત પઠાણીયા હોવાનું જાણવા મળ્યું હતું.