ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ, ચાલકનો થયો આબાદ બચાવ
હવામાન વિભાગ તાપમાન માટે ની ચેતવણી જાહેર કરી હતી જેમાં તાપમાન નો પારો વધશે અને જરૂર ના હોયતો ઘર ની બહર ના ન્કાડવું તેવી બધી સલાહો પણ આપવામાં આવી હતી, આ સાથે વધુ ગરમી ના કારણે અનેક જગ્યાઓ પર આગ ના પણ ઘણા બધા બનાવો જોવા મળ્યા હતા, ભરૂચના સિવિલ રોડ ઉપર મારૂતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે ચાલકે સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
મારૂતિ વાન જી.જે.૧૬.બી.બી.૩૧૨૦નો ચાલક ભરૂચના સિવિલ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન કારમાં અચાનક ધુમાડા નીકળતાં ચાલકે સમયસુચકતા વાપરી ગાડી થોભાવી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો. કારમાંથી ધુમાડો નીકળતાં અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
ગાડી માં આગને પગલે રાહદારીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં જ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.