બરવાળા રાવળ શેરી વિસ્તારમાં એક મકાનમાં જ આગ લાગી, ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાની નહિ

બરવાળા રાવળ શેરી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને લઈ ઘરની ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં કોઈ જાનહાની થઈ નથી. બોટાદ જિલ્લાના બરવાળામાં રાવળ શેરી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં અચાનક આગ લાગી હતી. ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વના દિવસે યુવાનની હત્યાના આરોપીના ઘરમાં જ આગ લાગી હોવાનું સામે આવ્યં  છે. પારિવારિક ઝગડામાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપીના ઘરમાં જ કોઈ અગમ્ય કારણો સર આગ લાગી હોવાનું સામે આવતા ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી. સમયસર સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગ લાગવાની ઘટનાને લઈ ઘરની તમામ ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ થયા હતા. બરવાળા પોલીસને પણ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી અને આગ લાગવાનું કારણ શું તેને લઈ તપાસ હાથ ધરી છે. આગમાં નસીબે કોઈ જાનહાની થઈ નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news