રાજકોટમાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
રાજકોટના ગોડાઉનના માલીક અતુલ પતિરાએ જણાવ્યું હતું કે, અમે દુકાનમાં હતા એ સમયે અમારા પાડોશીએ અમને જાણ કરી કૅ અમારા ગોડાઉનમાંથી ધુમાડા નીકળે છે. એ માટે અમે તપાસ કરવા આવ્યા અને જોયું તો અંદર વાયરિંગ નીકળી ગયા હતા એટલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. માટે અમે તાત્કાલિક ફાયર ના સાધનો સાધનોનો ઉપયોગ કરીને આગને બુઝાવી દીધી.
અહીંયા અનાજ-કઠોળના આજકા પડ્યા છે અને થોડા ખાલી પડયા છે તેમાં નુકસાન પહોંચ્યું છે પરંતુ હજુ કેટલું નુકસાન થયું છે તે ચેક કર્યા બાદ જ કહી શકાય. ઉલ્લેખનીય છે કે આગ લાગતા ગોડાઉનના માલીક અતુલ પતિરા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.શોટ સર્કીટથી આ આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આગના બનાવમાં કોઇ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટમાં લખાજીરાજ રોડ પર આવેલા પતિરા બ્રધર્સના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પરંતુ ફાયર સેફટીના સાધનો હોવાથી તાત્કાલિક આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગને પગલે ગોડાઉનમાં પડેલા અનાજ-કઠોળના બાચકામાં નુકસાન પહોંચ્યું છે. જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.હાલ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.