લિંબાયતમાં કારખાનામાં આગ લાગતા ૩ માળ ઝપેટમાં આવ્યા, કોઈ જાનહાની થઇ નહીં
સુરત ઔદ્યોગિક શહેર છે અલગ અલગ જગ્યા ઉપર મોટા મોટા કારખાનાઓ ધમધમે છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે. લિંબાયત વિસ્તારમાં સાડી-લેસના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં રેનિશ સિન્થેટિક કારખાનામાં એકાએક આગ લાગી હતી. ગોડાઉન સાડી અને તેના પર લગાડવામાં આવતી લેસનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો. જેને કારણે આગ જોત જોતામાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે આગ ઉપર ઝડપથી કાબુ મેળવી લીધો હતો. કારખાનાની પાછળના ભાગે કચરો સળગાવવામાં આવ્યો હતો. જેના કારણે કોઈ કારણસર કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ આગ લાગી ગઈ હતી. આગ ગણતરીની મિનિટોમાં જ ત્રણ માળના કારખાનામાં પ્રસરી ગઈ હતી. સાડી માટે જરૂર મટીરીયલ વાપરવામાં આવતો હોય છે તે પેટ્રોલિયમ પદાર્થ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી જતી હોય છે. ખૂબ મોટા પ્રમાણમાં સ્મોક પર નીકળતો હતો. આસપાસના કારખાનેદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ ડુંભાલ સ્ટેશનની ગાડી અને માન દરવાજા ફાયર વિભાગની ગાડી આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી. ગોડાઉનના પાછળના સટ્ટરો બંધ હોવાને કારણે સ્મોક ખૂબ જ વધુ હતો. સાંકડી ગલીમાં કારખાનું હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવું પણ ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ફાયર ફાઈટરની ગાડીઓને અંદર પ્રવેશવા માટે પણ ભારે જહેમત ઉઠાવી પડે છે. જેમાં સમય પણ ક્યારેક બેડફાઈ જતો હોય છે.
ગોડાઉનમાં આગ ઓલવવા જતી વખતે આજે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થયો હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.