રાજકોટ-મોરબી હાઈવે પર કારમાં અચાનક આગ લાગી

રાજકોટ-મોરબી હાઇવે પર રાજકોટથી મોરબી તરફ જતી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની I20 કાર નંબર જીજે.૩૬.એફ.૭૦૦૯ બેડી ચોક નજીક પુલ પર પસાર થઇ રહી હતી. ત્યારે કારમાં અચાનક આગ લગતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં કારચાલક સમય સૂચકતા દાખવી નીચે ઉતરી ગયો હતો અને તત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઇ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં કાર સીનેજી હોવાનું અને શોટસર્કિટ થવાના કારણે એન્જીનના ભાગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

રાજકોટ-મોરબી હાઇવે પર બેડી પુલ પરથી પસાર થતી I20 કાર પસાર થઇ રહી હતી. જેમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. આ સમયે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કારચાલકે સમય સુચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news