તાઇવાનમાં ૭.૨ તીવ્રતાના ભૂકંપથી તબાહી, સુનામીનું એલર્ટ જાહેર
છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનની ધરતી અનેકવાર ધ્રુજી છે. રવિવારે અહીં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ માપવામાં આવી છે. હકીકતમાં તાઈવાનથી ૮૫ કિમી પૂર્વમાં બપોરે ૧૨.૧૪ કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો તાઇવાનના કિનારા પર આવેલા ૭.૨ તીવ્રતાના ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી દીધી છે.
અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ એ કહ્યું, જાપાનને સુનામીની ચેતવણી જાહેર કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનમાં અલગ-અલગ ભાગમાં ૧૦૦ વખત ભૂકંપના ઝટકા આવ્યા છે. તો ક્યાંક જમીનના બે ટૂકડા થતા જોવા મળ્યા અને પૂલ ધરાશાયી થયા છે. શનિવારે પણ અહીં ભારે ભૂકંપના ઝટકા આવ્યા હતા.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ માપવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે ભૂકંપને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે તો રેલવે સેવા પર પણ અસર થઈ છે. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ બાદ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં કોઈ મોટી દુર્ઘટના થવાનું સામે આવ્યું નથી. તેમણે જણાવ્યું કે ભૂકંપને કારણે દક્ષિણી કાઓશુંગ શહેર માં મેટ્રો સિસ્ટમ ઘણા સમય સુધી પ્રભાવિત રહી હતી. તાઇવાન તંત્રએ હુલિએન અને તાઇતુંગને જોડનાર ટ્રોનેને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. સાથે અનેક હાઈ સ્પીડ રેલ સેવાને પણ બંધ કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટીની ઉત્તરમાં દર્શાવવામાં આવ્યું છે.