ઓરસંગ નદીના કિનારે ૧૦ ફૂટ લાંબો મગર જોવા મળ્યો
બોડેલી તાલુકાના તાડકાછલા પાસે મહાકાય મગર નદીના પાણીમાંથી બહાર નીકળીને ફરતો જોવા મળ્યો હતો. ત્યારે દૂર સુધી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા અને ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં પણ આવી હતી. વન વિભાગની ટીમ મગરના રેસ્ક્યુ માટે આવી હતી પણ તપાસ કરતાં મગર ન દેખાતા વન વિભાગની ટીમ પરત કરી હતી.
મગર નદીમાંથી બહાર નીકળીને થોડા ટાઈમ પછી પાછો નદીના પાણીમાં જતો રહ્યો હતો. ત્યારે આજુબાજુ વિસ્તારના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જ્યાં મગર નીકળ્યો હતો ત્યાં રેતીની લીઝ પણ આવેલી છે અંદાજિત ૧૦ ફુટ લાંબો મગર રેતીની લીઝના ખાડામાં અંદર ઘૂસી ગયો છે. આ મગર ગમે ત્યારે બહાર નીકળીને કોઈને નુકસાન પહોંચાડે એ પહેલા એને વન વિભાગ દ્વારા પકડવામાં આવે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.