વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સાથે સમીક્ષા બેઠક યોજી
હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ અનુમાન મુજબ વાવાઝોડું ૧૫ જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત છે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.
હવામાન વિભાગે વાવાઝોડું ૧૫ જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જાહેર કરી નવી આગાહી મુજબ વાવાઝોડું પોરબંદરથી માત્ર ૪૬૦ કિ.મી દુર છે. વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો તે હાલ પોરબંદરથી માત્ર ૪૬૦ કિલોમીટર, દ્વારકાથી ૫૧૦ કિલોમીટર અને નલિયાથી ૬૦૦ કિલોમીટર દૂર છે. ૧૫ જૂન કચ્છમાં લેન્ડ ફોલ્સ થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. ૧૫ જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMD ની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું ૧૫ જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા છે.