ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આગ લાગતાં ફર્નિચર અને દસ્તાવેજો બળીને ખાક
ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે. ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના ઘટતા જ તાબડતોડ આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, માહિતી પ્રમાણે, જુના સચિવાલયમાં આ આગ બ્લૉક નંબર ૧૭ના પહેલા માળે આગ લાગી હતી. પંખામાં શૉટસર્કિટના કારણે આ આગ લાગી હતી. હિસાબ અને તિજોરી નિયામકની કચેરીમાં આગ લાગી હતી, જોકે, બાદમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સચિવાલયમાં લાગેલી આગથી ફર્નિચર અને બીજા થોડાક દસ્તાવેજો નુકશાન પહોંચ્યુ હતુ, આ આગ વહેલી સવારે લાગી હોવાથી ઓફિસોમાં કોઇ ના હોવાથી જાનહાનિની ઘટના ઘટી ન હતી. ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આગ લાગતાં ફર્નિચર અને દસ્તાવેજો બળીને ખાક