દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૦ નવા કેસ નોંધાયા, ૧૪નાં મોત

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૪ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૯,૭૬,૫૯૯ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૨૫,૨૫૦ લોકો માત આપી ચૂક્યા છે.

પાછલા ૨૪ કલાકમાં ૩૪૬૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૯,૬૧૩એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૪ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૭ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૪૭,૧૭૭ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૨.૮૨ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૪૭ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૩.૪૬ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨,૨૦,૬૬,૮૬,૭૬૪ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૨૯૪ લોકોને રસી આપવામાં આવી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news