કોરોના વાયરસનો કહેર ક્યારે સમાપ્ત થશે, શું કહે છે નિષ્ણાતો, જાણો…

ચીનના વુહાન શહેરથી નિકળેલા કોરોના વાયરસે છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાના લોકોને પરેશાન કર્યાં છે. આંકડા પર નજર કરીએ તો પાછલા મહિનાની તુલનામાં આ મહિને વધુ મૃત્યુ જોવા મળ્યાં છે, પરંતુ આ વચ્ચે કોરોના વાયરસને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરના ઘણા દેશોમાં કોરોનાના કેસ ફરી ઝડપથી ઘટી રહ્યાં છે. ભારતમાં શનિવારે કોરોના વાયરસના ૭૧૭૧ કેસ સામે આવ્યા છે. આ સપ્તાહમાં ૧૦ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. હવે નિષ્ણાંતોને આશા છે કે કોરોના સંક્રમણ ઘટવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારતમાં વધુ રાહત ૧૫-૨૦ દિવસ દૂર છે એટલે કે આગામી ૨થી ૩ સપ્તાહમાં કોરોના કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. શું કહે છે નિષ્ણાંતો?… વિશ્વ પ્રમાણે જોઈએ તો યુરોપ અને અમેરિકામાં હવે કેસ ઘટવા લાગ્યા છે પરંતુ દક્ષિણ એશિયા અને પૂર્વી ભાગમાં હજુ પણ કેસ વધારે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે હજુ પણ xbb variant અને BA.૨.૭૫ દુનિયાના ભોગા ભાગમાં ફેલાયા છે અને વધુ મ્યૂટેટ થઈ રહ્યાં નથી. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં જે પણ કેસ વધ્યા છે તે  હળવા લક્ષણવાળા દર્દી રહેશે અને જલદી તેમાં ઘટાડો થશે. ભારતમાં મોતનો આંકડો પાછલા મહિનાથી થોડો વધ્યો છે પરંતુ નિષ્ણાંતો માની રહ્યાં છે કે આવા દર્દી પહેલાથી બીજી કોઈ બીમારીનો શિકાર છે અને તેમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. તેથી ડરવાની જરૂર નથી. શું કહે છે આંકડા?.. તે જાણો.. આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટપણે કહી શકાય કે છેલ્લા ૫ દિવસથી કોરોના વાયરસના કેસ સતત ઘટવા લાગ્યા છે.

શનિવાર, ૨૯ એપ્રિલના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૧૭૧ દર્દીઓ નોંધાયા છે અને કુલ કેસની સંખ્યા વધીને ૫૧,૩૧૪ થઈ ગઈ છે. તે જ સમયે, મૃત્યુઆંક ૪૦ આસપાસ છે. ૨૮ એપ્રિલે ભારતમાં કોવિડના ૭૫૩૩ નવા કેસ નોંધાયા હતા. જ્યારે કુલ કેસોની સંખ્યા ૫૩,૮૫૨ હતી. આ દિવસે ૪૪ દર્દીઓના મોત થયા હતા. ૨૭ એપ્રિલે, કોરોનાના ૯૩૫૫ કેસ નોંધાયા હતા, જ્યારે કુલ કોવિડ કેસ ૫૭૪૧૦ હતા અને મૃત્યુની સંખ્યા ૨૬ હતી. ૨૬ એપ્રિલે ૯૬૨૯ નવા કેસ નોંધાયા હતા. કુલ કેસ ૬૧૦૧૩ હતા, અને ૨૯ મૃત્યુ નોંધાયા હતા. ૨૫ એપ્રિલે ૬૬૬૦ નવા કેસ નોંધાયા હતા. જ્યારે કુલ કેસ ૬૩૩૮૦ હતા. આ આંકડા દર્શાવે છે કે આ સમગ્ર સપ્તાહમાં કોરોના વાયરસના કુલ કેસમાં પણ ઘટાડો થયો છે અને રિકવરીમાં પણ સુધારો થયો છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો માની રહ્યા છે કે હવે ૧૫-૨૦ દિવસમાં કોરોનાવાયરસથી રાહત મળી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news