ભરૂચ GIDC ની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહી
ભરૂચ જીઆઇડીસીની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચ જીઆઇડીસીની એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જો કે આગની જાણ થતા નગરપાલિકા સહિતના ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. અને સદનસીબે જાનહાનિના પણ અત્યાર સુધી કોઈ સમાચાર હજુ મળ્યા નથી.