કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું
જીવનની અંદર આ ૫૧ શક્તિપીઠમાં દર્શન કરવાથી અનેક ઘણું પુણ્યફળ મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પરિક્રમા પથ પર શ્રદ્ધાળુને પ્રસ્થાન કરાવ્યું. પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને નાસ્તાનું વિતરણ કેમ્પમાં કરવામાં આવ્યું. સાહેબએ વિવિધ શક્તિપીઠમાં દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચોહાણ, સર્વ ધારાસભ્ય અનિકેતભાઈ પંડ્યા, પ્રવીણભાઈ માળી, યાત્રા ધામ વિકાસ બોર્ડ ચેરેમન રાવલ સાહેબ, કલેકટર આનંદભાઈ પટેલ, એસ.પી અક્ષયરાજ મકવાણા તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.