ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી, સામાન બળીને ખાખ
ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા સંઘવી ચેમ્બરની દુકાનોમાં વિકરાળ આગ લાગી હતી. જેના પગલે ૮ થી ૧૦ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનામાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, આ ઘટનામાં ફાયરબ્રિગેડે સ્થળપર દોડી જઈ ભારે મેહનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ વહેલી સવારે શહેરના પીરછલ્લા શેરીમાં આવેલ સંઘવી ચેમ્બરમાં આવેલી દુકાનોમાં એકાએક આગ લાગી હતી જોત જોતામાં આગે ૮ થી ૧૦ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી, દુકાનોમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, ફાયરવિભાગે ૪ ગાડી દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
પીરછલ્લા શેરીમાં આવેલ સંઘવી ચેમ્બરમાં અચાનક આગ લાગતા તેની આશેર ૮થી ૧૦ દુકાનો આગની લાપટમાં આવી ગઈ હતી. જેમાં આલ્ફા હોઝિયરી અને તમન્ના ફેશન વેર બંને દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું હતું જ્યારે બાકી બીજી દુકાનોમાં વિરાજ જેવલર્સ, વેરી નાઈસ સહિતની દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને દુકાનોમાં ઓછું નુકસાન થયું હતું. આ આગને પગલે ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો, આ બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી.