નવસારીથી દમણ ૯૦ કિમી હાઇટેન્શન લાઇનની કામગીરીથી ખેડૂતોમાં આક્રોશ

૪૦૦ કેવી નવસારી-દમણ (મગરવાડા) લાઇન ૪૬ મીટર (૧૫૦ ફુટ) પહોળી અને ૭૬૫ કેવી નવસારી નિયુક્ત મુંબઇ લાઇન ૬૭ મીટર (૨૨૦ફુટ)પહોળી હાઇટેન્શન લાઇન નાખવાની કામગીરી પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલા કામનો ખેડૂતોમાં વિરોધમાં જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ગામોમાંથી પસાર થનાર હાઇટેન્શન લાઇનના કારણે ફળદ્રુપ જમીન નકામી થશે અને ખેડૂતોને પરંતુ વળતર નહિ મળતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખેડૂતો હાઇટેન્શન લાઇનની કામગીરી માટે સરકારમાં રજૂઆતો કરી રહ્યાં છે. ખેડૂતોના મતે છેલ્લા થોડા વર્ષોમાં ખેડૂતોની વિવિધ પ્રોજેકટોમાં જમીન સંપાદન થઇ છે. જેની સામે ખેડૂતોને પરંતુ વળતર મળ્યું નથી.ખેતીવાડીને સીધુ નુકસાન થઇ રહ્યું છે.

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે,બુલેટ ટ્રેન,પાવર પ્રોજેકટ, નવા ઉદ્યોગો સહિતની કામગીરીમાં ખેતીની જમીન જઇ રહી છે. દરેક પ્રોજેકટમાં ખેડૂતોની જમીન સંપાદન થવાથી આગામી સમયમાં સ્થિતિ ખરાબ થશે. નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતા વીજ લાઇનના આ પ્રોજેક્ટને લઇને ૫૦થી વધુ ગામોમાં તેની મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ફળદ્રુપ મનાતી ખેતીની જમીનમાંથી આ વીજ લાઇન પસાર થવાના કારણે તે વિસ્તાર નકામો થઇ જવાની ભીતિ છે. આ કામગીરી મુદ્દે ખેડૂતોને વિશ્વાસમાં પણ લેવાયા નથી. ખરેખર આ લાઇન ખારપાટની જગ્યામાંથી પસાર થવી જોઇતી હતી, પરંતુ ખેડૂતોને જાણીજોઇને હેરાન કરાઇ રહ્યા છે. –

ભૂપેન્દ્રભાઇ, અસરગ્રસ્ત ખેડૂત, નવસારી વીજતાર નીચેની જમીનમાં ફળ,શાકભાજી,અનાજ કે અન્ય પાકોનું ફલીકરણમાં વિક્ષેપ પડશે. ખેડૂતોની કિંમતી ફળદ્રુપ જમીન કાયમ માટે નકામી કરી દેવાના હોય તો પુરી જમીન સંપાદન કરો અથવા ટેલિકોમ કંપની ટાવર ઊભા કરી કાયમ માટે જમીનનું ભાંડુ આપો.કારણ કે કોઇ પણ જાતની કાયદાકીય પ્રોસેસ વગર નમૂનો ૭ નોંધ કર્યા વિના મામુલી વળતર અને તે પણ નક્કી કર્યા વગર પોલીસ બળ,ખેડૂતોને જાણ કર્યા વિના આ લાઇન નાંખવાના પ્રયત્નો થઇ રહ્યાં હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.

નવસારીથી વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા બે રૂટો પર હાઇટેન્શનની લાઇન નાખવામાં આવી રહી છે. કોસ્ટલ ટ્રેક પર આ પ્રોજેકટ થઇ શકે નહિ. જેમાં અનેક અવરોધ રહે છે.ખેડૂતોને વળતર ગુજરાત સરકારના ધારા-ધોરણ મુજબ આપવામાં આવે છે. કોઇ જગ્યાએ પોલીસને સાથે રાખી જબરજસ્તી કરવામાં આવી નથી. –

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news