દિલ્લીમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષા, તાપમાન શૂન્યથી નીચે રહેશે : હવામાન વિભાગની આગાહી

દિલ્લીમાં આવતા અમુક દિવસો સુધી વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ભીષણ ઠંડી બાદ હવે ધીમે-ધીમે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમુક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. વળી, ૨૯ જાન્યુઆરીના રોજ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જે આ મહિનામાં અત્યાર સુધીનુ સર્વાધિક છે. વાદળા છવાયેલા રહેશે, વરસાદની સંભાવના વાદળા છવાયેલા રહેશે, વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ, જે આ સિઝનના સરેરાશથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આગામી ચાર-પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૨૯ જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. દિલ્લીમાં આ વખતે શિયાળાની સિઝનમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવને કારણે આવુ બન્યુ. ગયા વર્ષે જાન્યુઆરીમાં શહેરમાં ૮૨.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે ૧૯૦૧ બાદથી આ મહિનામાં સૌથી વધુ હતો. મહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો, સર્વેમાં ખુલાસોમહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો, સર્વેમાં ખુલાસો દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લીમાં વાદળોના આવરણને કારણે લગભગ એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ દિલ્લીમાં એકંદરે એર ક્વૉલિટી ઈન્ડેક્સ ૨૯૭ નોંધાયો હતો. ૦ અને ૫૦ની વચ્ચેનો છઊૈં ‘સારુ’, ૫૧થી ૧૦૦ વચ્ચે ‘સંતોષકારક’, ૧૦૧થી ૨૦૦ વચ્ચે ‘મધ્યમ’, ૨૦૧થી ૩૦૦ વચ્ચે ‘ખરાબ’, ૩૦૧થી ૪૦૦ વચ્ચે ‘ખૂબ ખરાબ’ અને ૪૦૧થી ૫૦૦ વચ્ચે ‘ગંભીર’ માનવામાં આવે છે. સ્કાયમેટ વેધર સર્વિસિસના મહેશ પાલવતે કહ્યું કે આગામી બે દિવસમાં દિલ્લીનુ લઘુત્તમ તાપમાન ઘટી શકે છે.

ગુજરાતમાં ઠંડીનુ જોર યથાવત રહેશે, કાશ્મીરના અમુક ભાગોમાં હિમવર્ષા યથાવત કાશ્મીરના અમુક ભાગોમાં હિમવર્ષા યથાવત હવામાન વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી કે કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમવર્ષા ચાલુ છે. ખીણમાં વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જોકે ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે રહ્યુ હતુ. કાશ્મીરમાં ખાસ કરીને દક્ષિણ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગે શુક્રવારે હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે. હિમવર્ષા અને વાદળછાયા આકાશને કારણે ખીણના મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે.

વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ, જે અગાઉ કરતા ૦.૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. કાશ્મીર ખીણના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુદરમિયાન હિમાચલ પ્રદેશમાં બુધવારે પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. તાજી હિમવર્ષાના કારણે રાજયભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે લોકોની પરેશાનીમાં વધારો થયો છે.

રાજયમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૨૬૨ રસ્તાઓ બ્લોક છે. રોહતાંગ પાસ નેશનલ હાઇવે -૦૩, જલોડી પાસ નેશનલ હાઇવે ૩૦૫ અને ગ્રાંકુથી લોસર નેશનલ હાઇવે-૫૦૫ સંપૂર્ણ રીતે બ્‌લોક છે. લાહૌલ-સ્પીતિ જિલ્લામાં સૌથી વધુ ૧૩૯ રસ્તાઓ પર અવરજવર બંધ છે. ચબા જિલ્લામા ૯૨, કાંગડામાં ૨, કુલ્લુમાં ૧૩, મંડીના સેરાજ ઉપ-વિભાગમાં ૩ અને શિમલાના ચૌપાલ અને ડોદરા કવાર ઉપવિભાગમાં ૧૩ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. રાજયભરમાં ૮૮૯ વીજ ટ્રાન્સફોર્મર અટવાઇ પડયા છે. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો છે. ચંબા, ડેલહાઉસી, ટીસા, સલુની, ભરમૌર, પાંગી, ભાટીયાટ પેટા વિભાગોમાં ૭૯૩ પાવર ટ્રાન્સફોર્મર ઠપ છે. કિન્નૌરમાં ૧૧ પાવર ટ્રાન્સફોર્મર, લાહૌલ-સ્પીતિમાં ૯૫ પાવર ટ્રાન્સફોર્મર ઠપ છે. જયારે ૨૯ પાણી પુરવઠા યોજનાઓ પણ પ્રભાવિત છે. ચંબા જિલ્લામાં ટીસા, સલુની અને ભરમૌર પેટાવિભાગોમાં ૨૭ અને લાહૌલ, ઉદયપુરમાં એક એક પાણી પુરવઠા યોજનાઓ અસરગ્રસ્ત છે. અટલ ટનલ રોહતાંગના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ બરફથી ઢંકાયેલા છે.

ભારે હિમવર્ષાને કારણે મનાલી-લેહ રોડ પર વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે. આ કારણે લાહૌલ ખીણનો મનાલી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. લાહૌલ-સ્પીતિના ૧૩૯ રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. રોહતાંગ, બરાલાચા, શિંકુલા પાસ અને કુંજમ પાસમાં સતત હિમવર્ષા થઇ રહી છે. આ પાસમાં, ૩૦ થી ૪૦ સેમીની નવેસરથી હિમવર્ષા થઇ છે. અટલ ટનલ રોહતાંગના દક્ષિણ પોર્ટલ પર પણ લગભગ ૨૦ સેમી બરફ પડવાની ધારણા છે. સોલંગનાલા, ધુંડી, કોઠી અને ગુલાબામાં ૧૬ સેમી હિમવર્ષા નોંધાઇ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news