દિલ્હી-NCRમાં ભૂંકપના આંચકા અનુભવાયા, તીવ્રતા ૫.૮ હતી
મંગળવારે બપોરે દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોએ તેમના ઘર અને ઓફિસમાં પણ અનુભવ્યા.
જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ બપોરે ૨.૨૮ કલાકે આવ્યો હતો. તેની તીવ્રતા ૫.૮ હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની અંદર ૧૦ કિમી અંદર જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા ૫ જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી હતી. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા ૫.૯ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.