થર્મલ પાવર પ્લાન્ટને લઈ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો, રોષે ભરાયેલા લોકોએ વાહનોની કરી તોડફોડ
બિહારના બક્સરમાં ચૌસા પાવર પ્લાન્ટ પર ગ્રામજનોએ હુમલો કર્યો છે. આ ક્રમમાં પોલીસ સાથે ઘર્ષણના પણ સમાચાર છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસનું વાહન પણ સળગાવી દીધું હતું. ખેડૂતોએ પાવર પ્લાન્ટના મુખ્ય દરવાજા પર આગ લગાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ જમીનના વળતરને લઈને આક્રોશિત છે. ઉગ્ર વિરોધ કરતા ગ્રામજનો આ બાબતે પોલીસ અને પાવર પ્લાન્ટ પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. પોલીસની ગાડીઓની તોડફોડ કરી, આગ ચાંપી ફૂંકી મારી હતી.
પ્લાન્ટના ગેટ પર આગ લગાવી દેવામાં આવી હતી.પોલીસે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના બનારપુર ગામ પાસે થર્મલ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનો એનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે રાત્રે ૧૧ઃ૩૦ વાગે પોલીસ ગામમાં પહોંચી. પોલીસે સૂઈ રહેલા ખેડૂતોના ઘરના દરવાજા જોર-જોરથી ખખડાવવા લાગ્યા હતા. કેટલાક ખેડૂતોએ તેમના દરવાજા પણ ખોલ્યા ન હતા, પરંતુ જે ખેડૂતોએ પાતાના ઘરનો દરવાજો ખોલ્યો તેના પર પોલીસ તૂટી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો. જમીન અધિગ્રહણ મામલાને લઈને ૮૫ દિવસથી શાંતિપૂર્ણ ધરણાં પર બેઠેલા ખેડૂતોએ તેમની માગણીઓને લઈને મંગળવારે થર્મલ પાવરના મુખ્ય ગેટ પર જ તાળું મારીને બેસી ગયા હતા.
જોકે દિવસ દરમિયાન પોલીસ અને અધિકારીઓ ૨દ્ભસ્ દૂર તહેનાત હતા, પરંતુ જેવું અંધારું થતાં જ રાત્રે ૧૧ વાગ્યે બનારપુર ગામના ખેડૂત પરિવારો પર પોલીસ લાઠીચાર્જ કરતાં તૂટી પડી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પોલીસે ઘરની મહિલાઓ અને બાળકો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ગ્રામજનોએ પોલીસ નરેન્દ્ર તિવારીને જણાવ્યું હતું કે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને ગ્રામજનો બે મહિનાથી વધુ સમયથી આના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. આ કેસમાં પોલીસે રાત્રે ઘરમાં ઘુસીને મહિલાઓ, પુરુષો અને બાળકો પર લાઠીચાર્જ કર્યો હતો. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બક્સરના ચૌસામાં બની રહેલા પાવર પ્લાન્ટમાં જમીનના વળતરને લઈને ખેડૂતો અને પાવર પ્રોજેક્ટ વહીવટીતંત્ર વચ્ચે મામલો અટવાયેલો છે. મંગળવારે ખેડૂતોએ વળતરની માંગ સાથે પાવર પ્રોજેક્ટના મુખ્ય દરવાજાને તાળા મારી દીધા હતા અને જમીન સંપાદન માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ રાત્રે ખેડૂતોના ઘરે ગઈ હતી અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. આ સમગ્ર મામલે બક્સરના એસપી મનીષ કુમારે જણાવ્યું કે વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે.