પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ગેસ ગળતરની ઘટના, તંત્ર અને ઉદ્યોગો માટે ચેતવણીરૂપ ઘટના

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ગઈકાલે એક ફાર્મા કંપનીમાં લાગેલી એકાએક આગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ બાદ ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસી પાસે આવેલા સંજાલી ગામના લોકોને આંખોમાં બળતરા થવા લાગી હતી, પાનોલી ગામના લોકોને રસ્તા પર ચાલતા જોવા મળ્યો હતા, તો ખરોડ ભાદી જેવા ગામના લોકો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ગેસ ગળતરથી અસરગ્રસ્ત ગામના લોકો પોતાના ઘર છોડી કોસંબા અંકલેશ્વર તેમજ અન્ય વિસ્તારોમાં ભાગી રહ્યા હોવાનું જોવા મળ્યું હતુ જેને લઇને હાઇવે ઉપર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. સ્થિતિને જોતા મામલતદાર અને વહીવટી તંત્રને ટીમ પહોંચી ગઇ હતી. જોકે, ઘટનાને લઇને પાનોલી જીઆઇડીસીમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, લોકોમાં ભારે ભય વ્યાપી ગયો હતો. કામદારો પણ કંપનીઓમાંથી રજા લઈને ભાગી ભાગવાની તૈયારીઓ કરી રહ્યા હતા, જે દ્રશ્યો હાલ જોઇ શકાય છે. ઘટના લઇને સંજાલી પાનોલી ભાદી ખરોડ જેવા ગામના લોકોમાં ભારે ભયનો માહોલ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news