કતારગામમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગઃ લાખોનો માલ બળીને ખાખ

કતારગામના કાસાનગર વિસ્તારમાં સોમવારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના લીધે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો.જાેકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

મળતી માહિતી અનુસાર સોમવારે સુરતના કતારગામના કાસાનગર વિસ્તારમાં આગની ઘટના સર્જાઇ હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ૯ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તબક્કે આ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આગમાં ઘણા વાહનો તથા ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news