પંજાબમાં ભૂકંપના આંચકા આવ્યા,રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ
પંજાબના અમૃતસરથી ૧૪૫ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં આજે સવારે ૩.૪૨ કલાકે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૨૦ કિમી નીચે હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, ઉત્તર ભારતમાં વિતેલા કેટલાક દિવસમાં ઘણી વાર આંચકા આવ્યા છે. ગત અઠવાડીયે દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દિલ્હીને ભૂકંપના હિસાબથી સંવેદનશીલ માનવામાં આવે છે. બે દિવસ પહેલા પણ પંજાબના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગત ૧૨ નવેમ્બરની રાતે ૮થી ૮.૧૫ની વચ્ચે ૩૦થી લઈને ૪૦ સેકન્ડ સુધી આંચકા આવ્યા હતા. ચંડીગઢ અને પંજાબ ઉપરાંત સમગ્ર દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૪ માપવામાં આવી હતી. આ દિવસે સવારે ઋષિકેશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ૧૨ નવેમ્બરની સાંજે લગભગ ૭.૫૭ વાગે નેપાળમાં ૫.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું.
ભૂગર્ભ વિજ્ઞાનીઓનું કહેવુ છે કે, હિમાલયી ક્ષેત્રમાં ટેક્ટોનિક પ્લેટો અસ્થિર થવાના કારણે વધારે તીવ્રતાવાળા ભૂકંપની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ટેક્ટોનિક પ્લેટ્સ પૃથ્વના ગર્ભમાં રહેલા લાવા પર તરે છે. એક પ્લેટ જ્યારે બીજા સાથે સંપર્કમાં આવે છે, તો ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભારતીય પ્લેટ પર યૂરેશિયન પ્લેટ સતત પ્રેશરના કારણે તેની નીચે જમા થનારી ઊર્જા સમય સમય પર ભૂકંપ રીતે બહાર નિકળતી રહે છે. વિતેલા ૧૦૦ વર્ષો દરમિયાન હિમાલયી ક્ષેત્રમાં ૪ મોટા ભૂકંપ આવી ચુક્યા છે. તેમાં ૧૮૯૭ શિલોન્ગ, ૧૯૦૫માં કાંગડા, ૧૯૩૪માં બિહાર-નેપાળ અને ૧૯૫૦માં આસામમાં આવેલો ભૂકંપ સામેલ છે. ત્યાર બાદ ૧૯૯૧માં ઉત્તરકાશી, ૧૯૯૯માં ચમોલી અને ૨૦૧૫માં નેપાળમાં આવ્યો ભૂકંપ પણ સામેલ છે. ભારતમાં અલગ અલગ વિસ્તારમાં ગત ૧ અઠવાડીયા દરમિયાન ભૂકંપના ૪થી ૫ ઝટકા આવી ચુક્યા છે.
પ્રથમ ઝટકો દિલ્હી-એનસીઆરમાં ૯ નવેમ્બરે મોડી રાતે ૨ વાગે લગભગ અનુભવાયો હતો. ભૂકંપના આ ઝટકા ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના અમુક વિસ્તારમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૩ માપવામાં આવી હતી. જેનું કેન્દ્ર નેપાળ હતું. ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા તે કોઈ નવી વાત નથી. તમે વિચારતા હશો કે, આ વિસ્તારમાં આટલા ભૂકંપના ઝટકા કેમ આવે છે. હકીકતમાં પૃથ્વીના ગર્ભમાં કુલ ૭ ટેક્ટોનિક પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે અને જે જગ્યા એકબીજા સાથે ટકરાતી રહે છે, તેને આપણે ફોલ્ટ લાઈન કહીએ છીએ. ટકરાવના કારણે પ્લેટ્સના ખૂણા વળવા લાગે છે. વધારે પ્રેશરના કારણે આ પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ ઘટનાક્રમમાં જે ઊર્જા ઉત્પન્ન થઈ બહાર નિકળે છે, તેના કારણે ભૂકંપ આવે છે.