હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં વીજ ડીપીમાં આગ લાગી, ફાયર વિભાગે બુઝાવી આગ
હિંમતનગર શહેરના ખાડિયા વિસ્તારમાં રાત્રે અચાનક શોટ સર્કિટના કારણે આગળ લાગી હતી. તો ડીપીનું બોક્ષ બળી ગયું હતું, તો ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી આગ બુઝાવી હતી. તો રાત્રી દરમિયાન અંધારપટ રહ્યો હતો. કામગીરી શરૂ કરીને વીજ પ્રવાહ પૂર્વવત કરાયો હતો. આ અંગેની વિગત એવી છે કે ખાડિયા વિસ્તારમાં સાંજે વીજ ડીપી પર કપિરાજ કુદતા ધડાકા સાથે આગ લાગી હતી. જોત જોતામાં આગ આજુબાજુ પ્રસરી ગઈ હતી.
સ્થાનિક રહીશો અને પાલિકાના વોર્ડના સદસ્ય દીકુલ ગાંધી અને જાનકી રાવલ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ત્યારબાદ આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી.
આગ લાગ્યાની જાણ થયા બાદ તાબડતોડ ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોચ્યું હતું અને આગ બુઝાવી હતી. તો બીજી તરફ યુજીવીસીએલ વિભાગના અધિકારીઓને જાણ કરાતા ઘટના સ્થળે કર્મચારીઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. વીજ ડીપીમાં ધડાકા બાદ આગ લાગતા બોક્ષ બળી ગયું હતું. તો અન્ડર ગ્રાઉન્ડ કેબલ પણ ડેમેજ થયો હતો. જેને લઈને રાત્રીના સમયે કામગીરી કરી શકાય તેમ ન હતી. તો બીજી તરફ ખાડિયા વિસ્તારમાં રાત્રી દરમિયાન અંધારપટ છવાયો હતો. યુજીવીસીએલ વિભાગ દ્વારા સવારે કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી. લગભગ બે કલાકની કામગીરી બાદ વીજ પ્રવાહ પૂર્વવત કરી દીધો હતો. તો ડીપી નીચેનું બોક્ષ સળગી જતા બદલી દેવામાં આવ્યું હતું. તો અન્ડર ગ્રાઉન્ડ ડેમેજ થયેલા વાયર પણ રીપેરીંગ કામગીરી હાથ ધરાયું હતું.