અમદાવાદમાં પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની ૬ બસ આગમાં બળીને ખાખ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગની ઘટનાઓ બનતી જાય છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે રાત્રે (સોમવારે) આગ લાગવાની મોટી ગમખ્વાર ઘટના બનવા પામી છે. અમદાવાદના ઘોડાસરમાં આગની એક મોટી ઘટના બનવા પામી છે. અમદાવાદના ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ખાલી પડેલી જગ્યામાં પાર્ક કરેલી ૭ ખાનગી લકઝરી બસ સહિત ૧ કાર બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મોડી રાતે ૩.૪૦ આસપાસ અમદાવાદના ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ૭ લકઝરી બસોમાં આગ લાગી હતી. જેથી આસપાસની ભયાનક જવાઓથી લોકો ભયમાં મૂકાયા હતા. ત્યારબાદ ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવી હતી, જેથી બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાથી ૭ ખાનગી લકઝરી બસ બળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે એક કારને થોડું નુકસાન થયું હતું.
આ ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળી રહ્યું નથી. નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, મોડી રાતે બારીમાંથી મોટો પ્રકાશ જોયો તો કોટની પાછળ પડેલી લકઝરી બસોમાં આગ લાગી હતી, જેથી ફાયરબ્રિગેડને જાણ કરતાં તેઓ આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.