બોટાદમાં સૌની યોજના મારફત ગઢડાના ડેમમાં પાણી છોડવાની રજુઆતને મુખ્યમંત્રીએ આપી લીલી ઝંડી
બોટાદ જિલ્લા માં સિઝનનો ઓછો વરસાદ પડતાં ગઢડા વિધાનસભાના ધારાસભ્ય આત્મારામ પરમાર સહિત ભાજપના જિલ્લા પ્રમુખ અરવિંદ વનાળિયા, સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી તેમજ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી સહીત ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળી ગઢડાની સ્થિતિ અને પાણીની જરૂરિયાત બાબતે રજુઆત સાથે સૌની યોજના મારફત ગઢડામાં આવેલ રમઘાટ ડેમમાં પાણી છોડવામાં આવે તેવી રજુઆત કરતા મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક ર્નિણય સાથે સૌની યોજના મારફત રમઘાટ ડેમમાં પાણી છોડવાની મંજૂરી આપતા હાજર આગેવાનો તેમજ ધારાસભ્ય આત્મારામ પરમારે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
ગઢડાના રમઘાટ ડેમમાં સૌની યોજનાની પાણી છોડવામાં આવશે, જેને લઈ રમઘાટ ડેમમાં પાણીની આવક થતા ગઢડામાં આગામી દિવસોમાં જળ સંકટ ઓછું થશે જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.