સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો છે, તો ૨૪ કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં ૭૪ વરસાદ નોંધાયો હતો. તો ચોમાસાની સીઝનનો ઇડરમાં ૧૦૩, ખેડબ્રહ્મામાં ૮૬, તલોદ ૭૩, પ્રાંતિજ ૬૧, પોશીના ૧૦૬, વડાલી ૧૧૪, વિજયનગર ૧૧૧ અને હિંમતનગર તાલુકામાં ૧૧૭ ટકા વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકમાં ઈડર ૧૧૬ મિમી, ખેડબ્રહ્મા ૫૧ મીમી, તલોદ ૨૭ મિમી, પ્રાંતિજ ૩૫ મિમી, પોશીના ૧૫૦ મિમી, વડાલી ૧૧૨ મિમી, વિજયનગર ૭૦ મિમી અને હિંમતનગર તાલુકામાં ૩૧ મિમી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સર્વત્ર વરસાદ નોધાયો છે, જેને લઈને જિલ્લાનાં જળાશયોમાં પાણીની આવક સતત ચાલી રહી છે. તો ગુહાઈ જળાશયમાં ૧૦,૯૧૬ ક્યુસેક, હાથમતી જળાશયમાં ૨૪૦૦ ક્યુસેક, હરણાવ જળાશયમાં ૧૦૦૦ ક્યુસેક આવક- ૧૦૦૦ ક્યુસેક જાવક, ખેડવા જળાશયમાં ૫૦૦ ક્યુસેક આવક- ૫૦૦ ક્યુસેક જાવક તો જવાનપુરા બેરેઝમાં ૯૪૩૦ ક્યુસેક આવક અને ૯૪૩૦ ક્યુસેક જાવક છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ પોશીનામાં છ ઇંચ નોંધાયો હતો.
સૌથી ઓછો વરસાદ હિંમતનગર શહેરમાં એક ઇંચ નોંધાયો હતો. હાથમતી જળાશય ૭૩ ટકા અને ગુહાઈ જળાશય ૫૦ ટકા ભરાયો છે અને આવક સતત ચાલી રહી છે. પોશીના તાલુકા રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને ગોયા તળાવ ભરાઈ ગયું હતું .વડાલીમાં સવાચાર ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈને માણેકચોકમાં સાત મહિનાથી બંધ બે માળના મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. ઇડરના રાણી તળાવમાં પણ પાણીની આવક થતાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યાં હતાં.