સુરતમાં ભારે વરસાદમાં બસ પાણીમાં ફસાઈ : બાળકો સહિત ૨૦ને બચાવાયા

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ વધ્યા છે. તો બીજી તરફ સણીયા હેમાદ ગામમાં ૫ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવેલું ખોડીયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે અહી પાણી ભરાઈ જતા ગામજનોને ભારે હાલાકી પડી રહી છે.

દરમિયાન રાત્રીના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ અહીંથી પસાર થઇ રહી હતી અને પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. જેને લઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બસ ફસાયાની જાણ બસ માલિકે અમને કરી હતી. જેથી અમે ગામજનો ભેગા થઈને ત્યાં પહોચ્યા હતા. આ બનાવની જાણ અમે ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ પણ અહી આવી હતી. બસમાં પાણી ભરાઈ ગયા હતા. બસમાં ૨૦ જેટલા મુસાફરો હતા. તે તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તમામ લોકોનું સહી સલામત રેસ્ક્યૂ કર્યું હતું. બસ ચાલક અને કંડકટરની બેદરકારીને લઈને લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.સુરતમાં ભારે વરસાદના કારણે સણીયા હેમાદ ગામમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે રાત્રીના સમયે અહીંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફસાઈ ગઈ હતી. આ બનાવની જાણ ગામજનોને થતા ૫ ફૂટ જેટલા પાણીમાં બસમાંથી ૨૦ જેટલા મુસાફરોનું રેસ્ક્યૂ કર્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news