ટુ વ્હીલર ચાલકે કેવા પ્રકારનું હેલ્મેટ પહેરવું જોઈએ જેથી દંડ ન થાય
ટુ વ્હીલર ચાલકેને માત્ર હેલ્મેટ પહેરવાનો કાયદો નથી. હેલ્મેટ સાથે જોડાયેલા કેટલાક નિયમ પણ લાગૂ થાય છે. જો તમે તેને ફોલો નહી કરો તો ટ્રાફિક પોલીસ દંડ કરી શકે છે. ટુ વ્હીલર ચાલકનું હેલ્મેટ કેવુ દેખાવવું, કઈ રીતે બનેલુ હોવુ જોઈએ, સરકારે કેટલાક નિયમ નક્કી કર્યા છે. ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવુ તે ખૂબ જરૂરી છે. હેલ્મેટથી ટુ વ્હીલર ચાલક સુરક્ષિત રહી શકે છે. જોકે કેટલિક વખતે ટ્રાફિક પોલીસના દંડથી પણ બચી શકાય છે. મોટા ભાગના કેસમાં હેલ્મેટ પહેરીને નિકળતા ચાલકને ટ્રાફિક પોલીસકર્મીઓ રોકતા નથી. પરંતુ હેલ્મેટ પહેર્યા બાદ પણ કેટલાક નિયમ છે તે તમને જાણવા જરૂરી છે. જો તમે આ નિયમનો ફોલો નહી કરો તો ટ્રાફિક પોલીસકર્મી દંડ વસૂલી શકે છે. ત્યારે આવો આજે જાણીએ કેવુ હેલ્મેટ પહેરવાથી ટ્રાફિક પોલીસે દંડ નહીં હેલ્મેટને એવા મટિરિયલ અને શેપથી બનાવવું જોઈએ કે, જેથી દુર્ઘટના સમયે ઈજા થતા સુરક્ષા મળી શકે. ચાલકના માથા પર હેલ્મેટ બરોબર પહેરવું જોઈએ, હેલ્મેટના સ્ટ્રેપને બાંધવુ પણ જરૂરી છે
આવુ હોવુ જોઈએ હેલ્મેટ- હેલ્મેટનું વજન ૧.૨ કિલોગ્રામ સુધી હોવું જોઈએ- હેલ્મેટમાં હાઈ ક્વોલિટી ફોમનો ઉપયોગ થયેલો હોવો જોઈએ – ફોમની ઓછામાં ઓછી પહોળાઈ ૨૦-૨૦ મિમી હોવી જોઈએ – MoRTH મુજબ તમામ હેલ્મેટ પર ISI માર્ક ફરજિયાત છે – હેલ્મેટમાં આંખો માટે એક પારદર્શી કવર હોવું જરૂરી છે – હેલ્મેટને BIS સર્ટિફિકેટ હોવું પણ ખૂબ જરૂરી છે.