અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ કરવા કલાકો સુધી ગટરના ઢાંકણા સાચવ્યા

ગત ૧૦મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ત્યારે અમદાવાદમાં થયેલા વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. આ સમય દરમિયાન શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવવા માટે સફાઈ કર્મીઓને તંત્ર દ્વારા વિચિત્ર આદેશ આપવામાં આવ્યો હતો. હાટકેશ્વર સર્કલ પાસે એક ગટર ખુલ્લી હોવાથી મ્યુનિસિપાલિટીએ ગટરના ઢાંકણા પર બેરીકેટ મુકીને એક કર્મચારીને ઉભો રાખ્યો હતો. આ કર્મચારી પાણી ઉતરે નહીં ત્યાં સુધી ગટર પર ઉભા રહેવાની ડ્યુટી અપાઈ હતી. ભારે વરસાદને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, કોર્પોરેશને હવે ગટરના ઢાંકણાઓ પાસે પણ માણસો ઉભા રાખવાની નોબત આવી છે. કોર્પોરેશને એવું તો કેવું સ્માર્ટ સિટી બનાવ્યું છે કે, લોકોના જીવ બચાવવા માટે હવે ગટરગાર્ડ ઉભા રાખવા પડી રહ્યાં છે. અમદાવાદમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે.

ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, ર્નિણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ થયો હતો બીજી તરફ અખબારનગર અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવાયો હતો. બાદમાં પાણી ઉતરતાં તેને ફરીવાર વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો. ગિરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા બેન્ક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયાં છે.

બીજી બાજુ, વરસાદના પાણી ભરાતાં અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.શહેરના કેકે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદને કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાથી સવારના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આ પાણી ઉતારવા માટે કોર્પોરેશન દ્વારા પાણી ભરાઈ ગયા હોય ત્યાં ગટર પાસે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. પાણી ન ઉતરે ત્યાં સુધી કર્મચારીએ ગટરના ઢાંકણા પાસે ઉભું રહેવુ.

આ અંગે અસારવા વિસ્તારની ગટર પાસે ઉભેલા કર્મચારીએ જણાવ્યું હતું કે સવારે વરસાદ શરૂ થયો ત્યારથી અમારી નોકરી ચાલુ થઈ છે. મારી સાથે અન્ય કર્મચારીઓ બીજી ગટર પાસે ઉભા છે.જ્યાં સુધી વરસાદનું પાણી ઉતરે નહીં ત્યાં સુધી અમારે ગટર પાસે જ ઉભું રહેવાનું છે.કચરો આવે તો તેને હટાવીને પાણી જવાનો રસ્તો કરવાનો હોય છે.છેલ્લા વરસાદમાં હું ૧૩ કલાક ગટરના ઢાંકણા પાસે ઉભો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news