સુરતમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબક્યો

અષાઢના પ્રારંભ સાથે જ સુરત શહેર – જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન ૨૦૨૧ની સરખામણીએ જૂન ૨૦૨૨માં ૫૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જૂન ૨૦૨૧માં ૧૨ ઇંચ વરસાદ સામે આ વર્ષે માત્ર ૬ ઇંચ જ વરસાદ ખાબક્યો છે.

નોંધનીય છે કે શહેરમાં ૧૫ જૂને ચોમાસું બેસી ગયું હતું.જ્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં મળસ્કે ૪થી ૬ વાગ્યાના માત્ર ૨ કલાકમાં ૬ ઇંચ જેટલો ધોધમાર વરસાદ થતાં શહેર તરબોળ થઇ ગયું હતું. વાપીમાં ૧ ઇંચ, ઉમરગામમાં પોણો ઇંચ, કપરાડામાં સવા ૧ ઇંચ વરસાદ થયો હતો. કામરેજમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં કામરેજનો સર્વિસ રોડ વધુ એક વખત પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉમરપાડામાં મેઘમહેરથી વીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગોંડલિયા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સામાન ઉકાઇ ડેમમાં સિઝનમાં પહેલીવાર પાણીની આવક શરૂ થઇ છે. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં એરિયામાં વરસાદને પગલે ઇનફલો શરૂ થયો છે. ઉકાઇ ડેમમાં ૧૧૮૪૧ ક્યુસેક પાણીની આવક ચાલુ થઇ હતી. જેની સામે ૧૦૫૦ ક્યુસેક આઉટફલો છે. સપાટી ૩૧૫.૩૭ ફૂટ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news