ભારે પવન અને વરસાદ વચ્ચે એસ.ટી.બસ રસ્તા પરથી નીચે ઉતરી પડતા દોડધામ

અમરેલી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા હતા. જેમાં બગસરાના વિસાવદર રૂટની એક એસ.ટી બસ પણ રોડ વચ્ચે ફસાઇ જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. બગસરા વિસાવદર રૂટની એસટી બસ સાપર સુડાવડ જવાના માર્ગે જતી હતી. ત્યારે રોડ નીચે ઉતરી જતા ફસાઈ હતી. જેમાં ૧૦થી વધુ મુસાફરો અટવાયા હતા.

આ ઘટના વરસાદના કારણે કાલે અહીં આવેલા રોડ રસ્તાનું ધોવાણ થયું હતું અને માટી કોઈ દ્વારા ઉપાડી લેવાય હતી જેના કારણે એસટી બસ ફસાઈ ગઈ હતી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં અનેક તાલુકામાં આવેલ છેવાડાના ગામડામાં ચોમાસા દરમિયાનન વધુ વરસાદ પડવાના કારણે પુર આવવાના કારણે અનેક રોડ રસ્તા બંધ થતાં હોય છે. જેના કારણે કેટલાક દિવસ સુધી એસ.ટી.સુવિધા પણ બંધ કરાતી હોય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news