ગંગાના ખોવાયેલા ગૌરવને પુર્નસ્થાપિત કરવા માટે “મુંડમાલ” યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ
ગંગાના ખોવાયેલ ગૌરવને પુનર્સ્થાપિત કરવું આપણું કર્તવ્ય છે. આ કર્તવ્યને નિભાવવા અતુલ્ય ગંગા પહેલે 15 ડિસેમ્બરથી એક અતુલ્ય ઈતિહાસ સર્જવા માટેના મંડાણ શરૂ કરી દીધા છે. અતુલ્ય ગંગા દ્રારા અમદાવાદના 63 વર્ષીય હિરેનભાઈ પટેલ સહિત રિટાયર્ડ આર્મીમેન પ્રયાગરાજથી ગંગા પરિક્રમામાં જોડાયા છે.
ગંગા ગૌરવની ભવ્યતાને પુનર્સ્થાપિત કરવા માટે, લેફ્ટનન્ટ કર્નલ હેમ લોહુમ, ગોપાલ શર્મા અને કર્નલ મનોજ કેશ્વરે અતુલ્ય ગંગાની સ્થાપના કરી હતી. એમાં ગુજરાતી કર્મવીર ખેડૂત હીરેનભાઈ પણ જોડાયા પછી એક ભવ્ય ગંગા મૈયાની મુંડમાલ પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો.
હિરેનભાઈનું કહેવું છે કે, “દેશની કરોડરજ્જૂ સમાન યુવાઓને જાગૃત કરવાનો વિચાર છે. પાછલા 1600 વર્ષોમાં કોઈએ પરિક્રમા કરી નથી, એવી મુંડમાલ આ પરિક્રમા છે. આ નદીની લંબાઈની આ યાત્રા દરમ્યાન નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ એક વૈદિક સમયની પરંપરા છે.”