તાપી પરના કોઝ વેની સપાટીમાં વધારો જોવા મળ્યો

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા વરસાદે રમઝટ બોલાવી છે ત્યારે તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનાં જળાશયોમાં પાણી છલકાતું દેખાઈ રહ્યું છે.

સુરતના પીવાના પાણીના સ્ત્રોત કોઝ વેની સપાટીમાં નોંધનીય વધારો થયો છે. સુરત જિલ્લામાં જે પ્રકારે વરસાદ છેલ્લા એક સપ્તાહની અંદર પણ છૂટો છવાયો તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસી રહ્યો છે. તેના કારણે જળાશયોમાં પાણીના સ્તર વધતા દેખાઈ રહ્યા છે. કોઝવેની સપાટી ૫.૩૩ મીટર હતી ત્યારબાદ તેમાં વધારો થયો હતો.

હાલ ૫.૪૯ મીટર થઈ છે. વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૧ દિવસમાં કોઝવેની સપાટી ૫ મીટરથી વધીને ૫.૪૯ મીટર પહોંચી ગઇ છે. કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. ૬ મીટર ઉપર કોઝવે ઓવરફલો થાય છે. જો આગાહી પ્રમાણે વરસાદ રહેશે, તો કોઝ વે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડી શકે તેવી શક્યતા છે.સુરત શહેરમાં સાવર્ત્રિક વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news