રાજકોટમાં ફાયર એનઓસીની નોટિસ બાદ કાર્યવાહી નહીં કરાતા વીજ કનેકશન કપાશે

રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ શહેરની ઈન્ક્‌મટેક્સ ઓફિસમાં પહોંચી હતી અને અધિકારીઓને ફાયરના સાધનો ફિટ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફાયર એનઓસીની નોટિસ બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો વીજ કનેક્શન કપાશે. ઇન્કમટેકસ વિભાગ દ્વારા અમારી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કારણ કે આ બિલ્ડીંગ ખૂબ જ જૂનું છું. ત્યારે જૂના અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તો ખાસ ફાયરના સાધનો હોવા જરૂરી છે. હાલ ઇન્કમટેકસ વિભાગ દ્વારા ફાયરના નવા સાધનોનું ઈન્સ્ટોલેશન કરવામાં આવનાર છે. માટે કેવા સાધનો લઈ શકાય અને તેને બિલ્ડિંગના કયા ભાગમાં ફીટ કરી શકાય એ અંગે અમારું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. તેથી અમે અહીં આવ્યા હતા. હાલ અમારી પાસે કોઈ શાળા કોલેજ હોસ્પિટલનું લિસ્ટ નથી. જ્યાં ફાયરના સાધનોનો અભાવ હોય પરંતુ જેવી અમારી પાસે માહિતી મળશે એ સાથે જ અમે ત્યાં ચેકિંગ કરશું અને જો સાધનો નહીં હોય તો અમે નોટિસ ફટકારીશું. નોટિસ પાઠવ્યા બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો પાણી તેમજ વીજ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news