પાંડેસરા જીઆઈડીસીની અમીના ડાઈંગ મિલમાં આગ ભભૂકી ઉઠી
દેશ સહિત ગુજરાતમાં આજ કાલ આગ લાગવાના અસંખ્ય કેસ બની રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અમીના ડાઇંગ મિલમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પહેલા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરી મચી ગઇ હતી.
મિલમાં કામ કરતા કર્મચારીઓએ આગ ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કર્મચારીઓ બહાર દોડી ગયા હતા. બનાવની જાણ થતા ૬ ફાયર સ્ટેશનની ૧૫થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સુધી ફાયરબ્રિગડના લશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.ચીફ ફાયર ઓફિસર બસંત પરિખે કહ્યું હતું કે, આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સમય લાગશે આગમાં કોઈ ફસાયું નથી તેમજ કોઈને ઈજા કે જાનહાનિ થઇ નથી.