મહેસાણાના ખેરાલુમાં અંબિકા નાસ્તા હાઉસમાં ભીષણ આગ લાગી
મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુના શીત કેન્દ્રની સામે આવેલા અંબિકા નાસ્તા હાઉસમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. લાગેલી આગના પગલે ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. આગ અંગેની જાણ સ્થાનિક ફાયર વિભાગને કરાતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવી હતી.
આગના કારણે હોટલનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગને લઈને હોટલમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મેઇન રોડ પર આવેલા અંબિકા નાસ્તા હાઉસમાં એકાએક આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડને કરતાં ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.