આણંદમાં પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગતા ભારે નુકશાન

આણંદ સામરખા ભાજેલ રોડ ઉપર લીમડાપુરા પાસે પ્લાયવુડની મોટી ફેકટરી આવેલી છે. ફેકટરીમાં કોઇ કારણ સર આગ લાગી હતી. જોકે અંદર લાકડુ હોવાથી પવન વધુ હોવાથી આગે વિકારળ સ્વરુપ ધારણ કર્યુ હતું. ફેકટરીના કર્મચારીઓ દ્વારા માલિકને જાણ કરવામાં આવતા તેઓએ આણંદ ફાયરબ્રીગેડને જાણ કરી હતી. જેથી આણંદ ફાયરબ્રીગેડના ત્રણ બાઉઝર વિદ્યાનગરના બે તથા નડીયાદથી એક ફાઇટર સાથે આગ બુઝાવવા માટે સતત પાંચ કલાકથી વધુ સમય સુધી ફાયર વિભાગે જહેમત ઉઠાવી હતી અને આગ ઉપર કાબુ મેકવવામાં સફળતા મળી હતી. જોકે, ત્યાં સુધીમાં તો ફેક્ટરીનો તમામ માલ બળીન ખાખ થઇ જતાં ભારે નુકશાન થયુ છે.

આગની ઘટનાનો કોલ મળતા જ આણંદ ફાયરબ્રીગેડના ધર્મેશ ગોર ધીરુભાઇ ઠાકોર, વિમલભાઇ પંચાલ સહિતનો સ્ટાફ તથા વિદ્યાનગર ફાયરબ્રીગેડના મુકેશભાઇ પટેલ, અને નડીયાદના ફાયરબ્રીગેડની ટીમના મળીને કુલ ૬ બાઉઝરો સાથે પહોંચી ગયા હતા. અને સતત પાંચ કલાક સુધી પાણીનો મારો કર્યો હતો. આ સમય ગાળા દરમ્યાન દરેક બાઉઝરને ત્રણ થી ચાર વખત પાણી ભરી લાવવું પડયુ હતું.

આમ, આગ ઉપર કાબુ મેળવવા માટે સવા લાખ લીટર જેટલા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને સતત પાણીનો મારો કરીને આગ કાબુમાં આવતા લોકોને રાહત થઇ હતી.આણંદ લીમડાપુરા પાસે પ્લાયવુડની ફેક્ટરીમાં આગ ભભૂકતા ભારે નુકશાન થયુ છે. ફેક્ટરીમાં કોઇ કારણસર આગ લાગતા ફેક્ટરીમાં પ્લાયવુડ બનાવવાનો ભુકો લાકડાના કકડાના સહિતનો માલ પડયો હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતું. આકાશમાં અગન ગોળા જોઇને આજુબાજુના પણ દહેશત ફેલાતા લોકોટોળા દોડી આવ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news