સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ, મોટાભાગના ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ થઈ જતા એક દુકાનમાં આગ લાગી હતી. જ્યારે અન્ય ઘરોમાં પણ ઈલેકટ્રિક ઉપકરણો બળી ગયા હતા. ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ અધિકારીઓને બોલાવી સમગ્ર મામલે સર્વ કરાવી લોકોને નુકસાનીનું વળતર આપવા માગ કરી હતી.
સાવરકુંડલાના ગાધકડા ગામે અચાનક વીજપ્રવાહ વધી જતા શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જ્યારે અન્ય ઘરોમાં પણ ઈલેક્ટ્રિક ઉપકરણો બળી જતા લોકોએ નુકસાન સહન કરવાનો વારોઆવ્યો છે.
ઘટનાની જાણ ધારાસભ્ય પ્રતાપ દુધાતને થતા વીજ અધિકારીને બોલાવ્યા હતા. નુકસાનીનો સર્વે કરી લોકોને વળતર આપવાની માગ કરી હતી. આખો દિવસ ઓવરલોડ પાવર આવવાના કારણે એક દુકાનમાં આગ લાગી હતી અને ઘરઘંટી, પંખા, ફ્રીજ જેવા સાધનો બળી ગયા હતા. જેના કારણે ઘણું બધું નુકસાન ગયું છે જેથી પીજીવીસીએલ સાથે મેં ગામમાં મુલાકાત લીધી છે. વીજ વિભાગ નુકસાનીનો સર્વ કરાવી લોકોને વળતર ચુકવે તે માટે રજૂઆત કરી છે.