૧૨થી ૧૭ વર્ષના તરૂણો માટે કોવોવૈક્સને રસીકરણ માટેની મંજૂરી મળી

કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં એક મોટી સફળતા લઈને આવ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી કોરોના વેક્સીન કોવોવૈક્સને રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમિતિએ મંજૂરી આપી દીધી છે. આ રસી ક્યારથી શરૂ કરવામાં આવશે, તે વિશે હજુ જાણકારી સામે આવી નથી.  NTAGI તરફથી કોવોવૈક્સને લઈને એપ્રિલ મહિનાની શરૂઆતમાં સમીક્ષા કરવાની હતી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સીરમ ઇન્સ્ટિટ્યુટની આ વેક્સીન ૧૨-૧૭ વર્ષના બાળકો પર લગાવવાની મંજૂરી મળી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ પાછલા વર્ષે ૨૮ ડિસેમ્બરે વયસ્કો માટે કોવોવૈક્સ વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી હતી.  આ વેક્સીનની મંજૂરી બાદ બાળકોના વેક્સીનેશનનો માર્ગ વધુ સરળ થઈ જશે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમિતિ દેશમાં વેક્સીનેશન અભિયાન સાથે જોડાયેલા મહત્વના ર્નિણયો માટે સરકારને સલાહ આપે છે.

ભારતે ૧૬ માર્ચથી ૧૨-૧૪ વર્ષની ઉંમરના બાળકો માટે રસીકરણ શરૂ કર્યું હતું. બાયોલોજિકલ ઈની કોર્બેવૈક્સની વેક્સીનનો ઉપયોગ આ બાળકોના રસીકરણ માટે કરવામાં આવી રહ્યો છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમિતિએ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સીન કોવોવૈક્સને ૧૨થી ૧૭ વર્ષના કિશોર-કિશોરીઓના રસીકરણ માટે મંજૂરી દીધી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news