હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વાદળછાયું વાતાવરણ
અમરેલી જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. અમરેલી શહેર,સાવરકુંડલા,રાજુલા જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,શિયાળ બેટ સહિત દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વાદળ છાયું વાતાવરણ અને વાદળો આકાશમાં ઘેરાયા છે.
આ પ્રકારના માહોલ વચ્ચે ખેડૂતોની ચિંતા પણ વધી છે અને વરસાદ આવે તો ચોક્કસ ખેડૂત વર્ગને નુકસાન જવાની ભીતિ સેવાય રહી છે. અમરેલી શહેરમાં ઝરમર છાટા અમુક વિસ્તારમાં જોવા મળ્યા હતા.
આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ અને ઠંડો પવન વરસાદી માહોલ જોવા મળતા લોકોએ કાળઝાળ ગરમી માંથી રાહતનો શ્વાસ લીધો છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોની ચિંતા વધી છે.