પીપળજ પીરાણા રોડ પર કાપડના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપડના અંદાજે 500 ટન જથ્થામાં આગ લાગી હતી. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી.

ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં ગોડાઉનમાં કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી 1 ફાયર ફાઇટર, 8 ગજરાજ, 24 ફાયરમેન, 2 સ્ટેશન ઓફિસર અને 1 ડિવિઝનલ ઓફિસર સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની શરૂ કરી હતી.

 

અને આ દરમિયાન કોઈ જાન હાનિ કે ઇજા થવા પામી નથી. પોલીસ એન્ડ એફ એસ એલ ટીમ ને ઘટના સ્થળ પર બોલાવી લેવાઈ હતી. 4 જગ્યાએથી  વોટર કેનોન લાઈનો બનાવી આગને કાબુમા લેવામા આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news